મુખ્ય સામગ્રી પર જાઓ

સર્વેનો આધાર હરિ, સરવેથી પર

સર્વેનો આધાર હરિ, સરવેથી પર;
         અહો મારાં ભાગ્ય સખી, મળ્યા હરિવર...૧
સ્નેહેથી હું સેવું સ્વામી, રહી સદા દાસી;
         વઢે ટોકે મારે તોયે, થાવું ના ઉદાસી...૨
મારે ભાગ્યે ક્યાંથી આવા, હરિજીની સેવા;
         કોટી બ્રહ્માંડોમાં કોઈ, નથી એના જેવા...૩
એના જેવા એક એહ, બીજો નહિ કોઈ;
         એના જેવો નથી ત્યારે, અધિક ક્યાંથી હોઈ...૪
એવા જાણી પ્રીત કરી, વરી પુરુષોત્તમ;
          ઝાઝી નથી પડતી મને, જ્ઞાનસખી ગમ...૫

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
નિષાદા-ખુમારી
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

તા.૨૦/૦૯/૨૦૦૯, વડતાલ, પૂજામાં

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026