મુખ્ય સામગ્રી પર જાઓ

સ્વીકારી છે વ્હાલે મને, બહુ હેતે કરી

સ્વીકારી છે વ્હાલે મને, બહુ હેતે કરી;
          જીવ મારો લીધો વ્હાલે, અતિ દયા કરી...૧
તુચ્છ અને રાંક અતિ, બગડેલ નારી;
         નગણી નફટને, સ્વીકારી એણે તારી...૨
નિર્લજ્જ કુલટાને, કરી મહાસતિ;
         એના જેવા કોણ હવે, જાણું બીજા પતિ...૩
દુ:ખના દરિયામાંથી, લીધી છે ઊગારી;
         ધન્ય ધન્ય સ્વામી મારા, હરિ અવતારી...૪
જોઈ એના ઉપકારો, હૈયું રડી જાય;
         જ્ઞાનસખી એવા મારા, પિયુ હરિરાય...૫

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
નિષાદા-ખુમારી
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

તા.૨૦/૦૯/૨૦૦૯, વડતાલ, પૂજામાં

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026