મુખ્ય સામગ્રી પર જાઓ

આદિત્ય શ્રી હરિ સ્વામી રે રવિ રૂપ પ્રકાશો

આદિત્ય શ્રીહરિ સ્વામી રે રવિ રૂપ પ્રકાશો,
          નરનારાયણ બહુનામી રે... રવિ || ૧ ||

આશ્રીતની અવિદ્યા ગઇ રાત,
         થયું પુન્યરૂપી પ્રભાત રે... રવિ || ર ||
 
જુઠા જ્ઞાનીઉ લોક જગમાંઇ,
         ગોત્યા જડે નહિ ક્યાંઇ રે... રવિ || ૩ ||
 
હરિજન અમલ કમલ વીકસાણાં,
         કુબુદ્ધિ કુમુદ સકુચાણાં રે... રવિ || ૪ ||
 
કામી ક્રોધી લોભી ગુરુ ચોર જેહ,
         ત્રાસ પામ્યા અતિ તેહ રે... રવિ || પ ||
 
પૂરણ તાપ પ્રતાપ જણાવ્યો,
         પૂર્ણાનંદ તે ગાવ્યો રે... રવિ || ૬ ||
રચયિતા :
પુર્ણાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026