મુખ્ય સામગ્રી પર જાઓ

પ્રેમ પ્રબુદ્ધિ પ્રદાતારે સહજાનંદ..

પ્રેમ પ્રબુદ્ધિ પ્રદાતારે સહજાનંદ,
બુધ ધ્યાન ધરે જેનું ધાતારે...સહ ૧
સાર અસાર વિવેક પ્રકાશક, જ્ઞાન વિજ્ઞાન વિભાસક રે...સહ ર
દેવ મનુષ્ય તણા સુખદાયક, લોકમાં પૂજવા લાયક રે...સહ ૩
અનુપમ નિરમળ બોધના આપણ, કષ્ટ અનેકના કાપણ રે...સહ ૪
ધીરજતા શમતાના રે ધામ, નાથ સદા નિષ્કામ...સહ પ
સમ્રથ ને નિરમન સદાય, પૂર્ણાનંદ તે ગાય રે...સહ ૬
 
રચયિતા :
પુર્ણાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026