મુખ્ય સામગ્રી પર જાઓ

કરતા શનિશ્વર કેરા રે અવિચરલ પદ સ્વામી

કરતા શનિશ્વર કેરા રે, અવિચરલ પદ સ્વામી,
          સહજાનંદ વડેરા રે... અવિ ૧
સહજ રે હરિ ધારે તે સોઇ,
         ફેરી શકે નહીં કોઇ રે... અવિ ર
આશ્રિતને રે અવિચલ થાપ્યા,
         અલૌકિક વૈભવ આપ્યા રે... અવિ ૩
પદવી અવિચલ સેવીને પામી,
         ધ્રુવ થયા નિશ્ચલ ધામી રે... અવિ ૪
પ્રીતે ચરણ રે જેના ઉપાસી,
         નર થયા બ્રહ્મ નિવાસી રે... અવિ પ
પૂર્ણાનંદ કે પ્રોઢ પ્રતાપી,
         પ્રીછી શક્યા નહીં પાપી રે... અવિ ૬
રચયિતા :
પુર્ણાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026