મુખ્ય સામગ્રી પર જાઓ

નાથ સદા બહુનામી રે સહજાનંદ સોઇ

નાથ સદા બહુનામી રે, સહજાનંદ સોઇ,
         સ્થિર ચર અંતરજામી રે...સહ ૧
કોટિ બ્રહ્માંડ ના કરતા ને હરતા,
         ડોલે મનુજથી ડરતા રે...સહ ર
મનુજ ને દનુજ ને દેવના પ્રેરક,
         હરિ વળી માયાના હેરકેર ...સહ ૩
ધર્મને જ્ઞાન વૈરાગ્ય સહિતિ,
         ભક્તિની સૂચવી રીતી રે...સહ ૪
જુગ જુગ ધર્મના થાપણ કારણ,
         દેહ કરે હરિ ધારણ રે...સહ પ
સર્વમાં વ્યાપક સર્વથી ન્યારા,
         પૂર્ણાનંદને પ્યારા રે...સહ ૬
 
રચયિતા :
પુર્ણાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026