મુખ્ય સામગ્રી પર જાઓ

શીતમ સોમ અનોપમ રે સહજાનંદ ચંદ

શીતમ સોમ અનોપમ રે, સહજાનંદ ચંદ,
ઝલ હલ પ્રબલ મનોરમ રે...સહ૧
સોળ કળા સંપૂરણ સોહે, મુનિજનનાં મન મોહે રે...સહર
ચકીત થકીત નીત નરખીત જોર, સંત અનંત ચકોર રે...સહ૩
તાપ અમાપ સંતાપ વિશોષણ, વાક્ય સુધારસ પોષણ રે...સહ૪
મુક્ત મંડળ ઉડગણ મધ્ય રાજે, જોઇ કોટી કંદ્રપ લાજે રે...સહપ
નીરમળ કોમળ અકળ અકામી, પૂર્ણાનંદનો સ્વામી રે...સહ૬
 
રચયિતા :
પુર્ણાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026