મુખ્ય સામગ્રી પર જાઓ

બૃહસ્પતિ અતિ મતિ વંદ રે, સ્વામી દેવ ગુરુ છે

બૃહસ્પતિ અતિ મતિ વંદ રે, સ્વામી દેવ ગુરુ છે,
         સહજાનંદ સ્વછંદ રે...સ્વામી || ૧ ||
સ્થિર કરીને રે ધરમના જો થાપણ,
         અધરમના જો ઉથાપણ રે....સ્વામી || ર ||
મોટપ માન સુજાનતા આપે,
         કોટીક કષ્ટને કાપે રે...સ્વામી || ૩ ||
પ્રૌઢ રતિ અતિ તેજ પ્રતાપી,
         મુનિ શકે નહીં માપી રે...સ્વામી || ૪ ||
સંત અનંત મહા દ્રઢ ધીર,
         તેના પતિ નરવીર રે...સ્વામી || પ ||
પૂર્ણાનંદ કે પૂરણ પ્રીતે,
          ગાવું તેના ગુણ ગીત રે... સ્વામી || ૬ ||
 
રચયિતા :
પુર્ણાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026