મુખ્ય સામગ્રી પર જાઓ

મોહન મંગળ મૂર્તિ રે સહજાનંદ સ્વામી

મોહન મંગળ મૂરતિ રે, સહજાનંદ સ્વામી,
અચલ ન મેલું હું ઉરથી રે...સહ ૧
મંગલ મૂરતિ મંગલરૂપ, ભાળ્યા મહામુનિ ભૂપ રે...સહ ર
મંગલ ધામ મહાસુખકારી, ધ્યાની લેજો ઉર ધારી રે... સહ ૩
મંગલ સૂચક મંગલ કરતા, કોટિ અમંગલ હરતા રે...સહ ૪
મંગલ વેશ ને કાપે કલેશ, શામળીઓજી સુરેશ રે...સહ પ
મંગલ અણકલ એણે એધાણ, પૂર્ણાનંદનો પ્રાણ રે...સહ ૬
રચયિતા :
પુર્ણાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026