મુખ્ય સામગ્રી પર જાઓ

ભારગવ ભૂપર આવ્યા રે શુક્ર શુભ કર સ્વામી

ભારગવ ભૂપર આવ્યા રે, શુક્ર શુભ કર સ્વામી,
           વિદ્યા સંજીવની લાવ્યા રે...શુક્ર ૧
અંગ અરોગી રે બ્રહ્મના ભોગી,
           જોયા વળી મહા જોગી રે...શુક્ર ર
વચન પ્રયોગ ને જોગ અધ્યાસી,
           રૂપ મહા સુખ રાશી રે...શુક્ર ૩
જીવન મુક્ત વિદ્યાર્થી જેના,
           તેજ પ્રતાપી તે તેના રે...શુક્ર ૪
બ્રહ્મ વિદ્યા વિસ્તારી રે ભૂપર,
           અક્ષી વિદ્યા તેને ઉપર રે...શુક્ર પ
પૂર્ણાનંદ કે પૂરણ પ્રીતે,
           રીઝી ગાયે રૂડી રીતે રે...શુક્ર ૬
 
રચયિતા :
પુર્ણાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026