મુખ્ય સામગ્રી પર જાઓ

તારી મોરલી છે મરમાળીરે. મોરલીવાળા મોહનજી

તારી મોરલી છે મરમાળીરે. મોરલીવાળા મોહનજી.
         તમે રસિયા વાઇ રૂપાળીરે. મો.૧
હું તો સુંણતાં શુદ્ધ બુદ્ધ ભુલીરે. મો.
         થઇ વ્યાકુળ દરદે ડોલીરે. મો.ર
મારૂં મન ચિત ચોરી લીધુંરે. મો.
          મુને કાંઇક કામણ કીધું રે. મો. ૩
વણ દીઠે દલડું દાઝેરે. મો.
         હું તો મોઇ છઉં મુખને કાજેરે. મો. ૪
મુને લોક લાજથી ટાળીરે. મો.
         મુને વશ્ય કીધી વનમાળીરે. મો. પ
મુને ઘરનાં કામ ન ગમેરે. મો.
         મારૂં તન મન લીધું તમેરે. મો. ૬
મારૂં ચિત તમ ચરણે ચોટુંરે. મો.
         મુને મેણું તમારૂં મોટુંરે. મો. ૭
નિષ્કુળાનંદના સ્વામીરે. મો.
          દ્યો દરશન અંતરજામીરે. મો. ૮

રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026