મુખ્ય સામગ્રી પર જાઓ

જોઇ નંદના ઘરની નિધિરે. શું ફૂલો છો શામળિયા

જોઇ નંદના ઘરની નિધિરે. શું ફૂલો છો શામળિયા.
વણ જોયે જોઇ લીધીરે. શું ફૂલો છો હામળિયા.
           અમે દોલત્ય સર્વે દીઠીરે. શું. નથી વાલ કનકની વીંટી રે.   શું. ર
નથી નંદ ઘેર બાળક બોળારે શું.શિદ ભુલો ભૂધર ભોળારે. શું. ૩
           જોને લાડ કેવા લેવરાવ્યાંરે શું. વયે વિન્યા વછ ચરાવ્યારે. શું.૪
તમે મોટા થયા પિ મૈનેરે. શું. વળી કે'વરાવો શું કૈનેરે.        શું. પ
           શું મોટપ લૈને માલોરે શું. સ્યો ઠણકો આવો ઠાલોરે.          શું. ૬
બીજે તો કયાંયે ન ફાવોરે. શું. અમ ઉપર જોર જણાવોરે.  શું. ૭
           નિષ્કુળાનંદના સ્વામીરે શું. મારૂં ઘર ઘાલ્યું ઘણ નામીરે.  શું. ૮

રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026