મુખ્ય સામગ્રી પર જાઓ

આ કામળી કયાંથી લાવ્યારે, કાંમળીવાળા કાનુડા

આ કામળી કયાંથી લાવ્યારે. કાંમળીવાળા કાનુડા.
જે ઓઢી અમ ઘેર આવ્યારે.
           કાંમળીવાળા કાનુડા.  ૧
મોર પિછ ધર્યા છે માથેરે. કાં.
           શોભે શીંગડી સુંદર હાથરે. કાં. ર
અંગ રંગ્યું છે રૂપાળુંરે. કાં.
           સારૂં શોભે છે શોભાળુંરે. કાં. ૩
ઘાલી ગલે ગુંજાનિ માળારે. કાં.
           તેણે દિસો છો રૂપાળારે. કાં. ૪
શિર નોંઝણાં નેતરાં વિંટ્યારે. કાં.
           કોઇ મનના સંશે મટયારે. કાં.પ
તારી નખ શિખ શોભા ન્યાળિરે. કાં.
           મારી વટકી ગા વનમાળીરે. કાં. ૬
હું તો અધવચ દોતાં ઉઠીરે. કાં.
           મારી દુધની દોણી ફૂટીરે.  કાં. ૭
હું વેશ જોઇ વિસમે પામીરે. કાં.
           નિષ્કુળાનંદનો સ્વામીરે.  કાં. ૮
 
રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026