મુખ્ય સામગ્રી પર જાઓ

મારે લખ્યો લેખ લલાટેરે. નટવર કુંવર નાનડીયા

મારે લખ્યો લેખ લલાટેરે. નટવર કુંવર નાનડીયા.
તમે મલ્યાછો તે માટેરે. નટવરકુંવર નાનડીયા.૧
હવે કરીયે કોટ ઉપાયેરે. નટ. તોયે તમને કેમ તજાયેરે. નટ. ર
ભેટું ભાગ્યે તે ભોગવવુંરે. નટ. હવે નથી લખાતું નવુંરે. નટ. ૩
હવે શિદ રયે સંતાતાંરે. નટ. હવે ફરસું ફૂલાતારે. નટ. ૪
હવે માથે નાખીશ છેડોરે. નટ. હવે કાન ન મેલું કેડોરે. નટ. પ
જયાં જાશો ત્યાં આવીશરે. નટ. મારૂં જેમ છે તેમ જણાવીશરે. નટ. ૬
હવે લોક લાજને મેલીશરે. નટ. હું તો તમશું ખાંત્યે ખેલીશરે. નટ. ૭
તમે નૌતમ વર નંદલાલારે. નટ. નિષ્કુળાનંદના વાલારે. નટ. ૮

 
રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026