મુખ્ય સામગ્રી પર જાઓ

તારા લટકાંમાં લોભાણીરે. લટકાંવાળા લાડીલા

તારા લટકાંમાં લોભાણીરે. લટકાંવાળા લાડીલા.
હું તો ભોળપણે ભોળવાણીરે.લટકાંવાળા લાડીલા.૧
અમે આવું ન જાણ્યું આગ્યેરે લટ.
         આ કયાંથી ભેટું ભાગ્યેરે. લટ. ર
મેં અરધો આદર દીધોરે. લટ.
          તમે પુરો કરીને લીધોરે. લટ. ૩
મેં જાણ્યે અજાણ્યે જોયુંરે. લટ.
         જોતાંમાં મનડું મોયુંરે. લટ. ૪
હું તો બોલતાં શું બોલીરે. લટ.
         કર્યું કામણ કારજય ભૂલીરે. લટ. 
મેં લેતાં લીધી તાલીરે. લટ.
          મુને વસ્ય કીધી વનમમાળીરે. લટ. ૬
મેં પ્રીત તમારી પરખીને. લટ.
         મુને તમે કરી તમ સરખીરે. લટ. ૭
મુને નિર્લજ કરી નંદલાલરે. લટ.
         નિષ્કુળાનંદના વાલારે. લટ. ૮

 
રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026