મુખ્ય સામગ્રી પર જાઓ

હું તો મગન થઇ છું મનમાંરે. નાગર નવલ નિરખિને

હું તો મગન થઇ છું મનમાંરે. નાગર નવલ નિરખિને.
મુને ટાઢક આવી તનમાંરે. નાગર નવલ નિરખિને...૧
મારા અંગમાં આનંદ આવ્યોરે. ના. મારો ફેરો સુફલ ફાવ્યોરે...ના.ર
મારૂં ધન્ય ધન્ય જીવત જાણુંરે. ના.મારૂં ભાગ્ય ન જાયે વખાણ્યુંરે...ના.૩
મારાં નયણાં નિરમલ થયાંરે. ના. મારા દેહનાં દુકરિત ગયાંરે...ના.૪
મારા દલની દુબધ્યા વામીરે. ના. હું તો અંતર શાન્તિ પામીરે...ના.પ
મારૂં પંડડું પાવન કીધું રે. ના. મેં તો રૂપ રુદામાં લીધુંરે...ના.૬
મારા અંતરમાં ઉતાર્યારે. ના. મારાં સર્વે કારજ સાર્યારે...ના.૭
હું તો પૂરણ પૂજા પામીરે. ના.નિષ્કુળાનંદના સ્વામીરે...ના.૮
રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026