મુખ્ય સામગ્રી પર જાઓ

મારો વાલોજી વનને માંયેરે, વાયે છે વાંસલડી

મારો વાલોજી વનને માંયેરે, વાયે છે વાંસલડી.માંયે ગીત મધુરાં ગાયે રે...વાયે છે વાંસલડી.૧
હરિ હરે છે સહુનાં ચિત્ત રે, વા એવા ગાયે છે ગુણવંત ગીત રે...વા.ર
વૃજવાસીનાં વેંધ્યા પ્રાણરે. વા. મોરલીમાં માર્યા વાણરે...વા.૩
વ્યાકુળ કર્યા વૃજ જનરે.વા. હરિ લીધા સહુનાં મનરે...વા.૪
સુણી આવે છે સર્વે સાથરે.વા. જોયા નયણા ભરીને નાથરે...વા.પ
કૃપા કરીને સહુને માથ રે.વા. વાલો નિષ્કુળાનંદનો નાથરે...વા.૬

 
રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026