મુખ્ય સામગ્રી પર જાઓ

સહુ લઇ આવો સમાજરે, પૂજવા પ્યારાને

સહુ લઇ આવો સમાજરે, પૂજવા પ્યારાને.
                           કંઇક વસ્તુ કાનને કાજરે. પૂ.૧
હાર હેમ કડાં બાંયે બાજુરે.પૂ.વેઢ વિંટી કુંડલીયાં કાજુરે.પૂ. ર
કડી વેલ કટિ કંદોરોરે.પૂ. માળા માદળિયાં પાયે તોરોરે.પૂ. ૩
શાલ દુશાલ જામો જરીરે.પૂ. રેંટો ફેંટોને પાગ્ય સોનેરીરે.પૂ. ૪
ધુપ દીપ અગર આરતિરે.પૂ.ફૂલ કેસર કરપુર બતીરે.પૂ. પ
સહુ મળીને આવો સાથરે.પૂ. જ્યાં નિષ્કુળાનંદનો નાથરે.પૂ. ૬

રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026