મુખ્ય સામગ્રી પર જાઓ

રિઝ્યા રિઝ્યા રસિલો રાજરે. લાલવર લેરખડો

રિઝ્યા રિઝ્યા રસિલો રાજરે. લાલવર લેરખડો.
          આવ્યા મેર લેરમાં મહારાજરે. લાલ. ૧
કેને સોનેરી શિરપાવ સોંપેરે. લાલ.
         કેને કંઠે હાર આરોપેરે. લાલ. ર
કેને આપે ટોપી ને માલરે. લાલ.
         એમ રાજી કરે ગોવાલરે. લાલ. ૩
કેનું જમે ભોજન ભાવ ભરીરે. લાલ.
         કેને આપે પ્રસાદી કરીરે. લાલ. ૪
પ્રિતે જન કરે પરસનરે. લાલ
         ઘણું ગમે ગોવાળને મનરે. લાલ. પ
પછે મળ્યા ભરી ભરી બાથરે. લાલ.
        વાલો નિષ્કુળાનંદનો નાથરે. લાલ.૬

 
રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026