મુખ્ય સામગ્રી પર જાઓ

આજ અલબેલો છે પરસનરે, મહાસુખ માણોને

આજ અલબેલો છે પરસનરે, મહાસુખ માણોને;
આજ જુવોને નિરખી જનરે...મ૦ ૧
આજ મોટી કરી છે મેરરે. નાથ કરે છે લીલા લેરરે...મ૦ ર
આજ આવ્યો અનોપમ દાવરે. મ. આજ ભેટ્યા હરિ ભરી ભાવરે...મ૦ ૩
આજ પુરો કરોને કોડરે. મ. આજ પુરોને દલનો ડોડરે...મ૦ ૪
આજ પુરો હૈયાની હામરે. મ. આજ રાજી છે સુંદર શામરે...મ૦ પ
પછે રચ્યો હિંડોળો હાથરે. મ. ઝુલે નિષ્કુળાનંદનો નાથરે...મ૦ ૬

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
પ્રસંગ :
હિંડોળા, ડોલ, ડોલો ,ઝૂલો,
વિશેષ નામ :
કરુણા,કૃપા,દયા,ઉપકાર, આનંદ,હર્ષ,હરખ, શબ્દાવર્તન
www.swaminarayankirtan.org © 2026