મુખ્ય સામગ્રી પર જાઓ

હરિ પૂજીને જોડયા હાથરે, આનંદઆવ્યો છે

હરિ પૂજીને જોડયા હાથરે, આનંદઆવ્યો છે.
         જય જય ગાયે છે ગાથરે.આ. ૧
ધન્ય ધન્ય આજનો દનરે,
         આ આજ પૂજયા છે પ્રાણજીવનરે.આ. ર
આજ પૂન્ય તણો નહિ પારરે.આ.
         આજ સુફળ થયો અવતારરે.આ. ૩
આજ નયણાં ભરી જોયા નાથરે,
         આ. આજ અમે થયા સનાથરે.આ. ૪
આજ ભાગી છે દલની દાઝરે.આ.
         આજ સરીયાં સર્વે કાજરે.આ. પ
આજ લીધો છે મોટો લાયોરે.આ.
         નિરખ્યા નિષ્કુળાનંદનો નાયોરે.આ. ૬

રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026