મુખ્ય સામગ્રી પર જાઓ

પછે પ્રસંન થયા પ્રાણનાથરે, લેરમાં આવ્યાછે,

પછે પ્રસંન થયા પ્રાણનાથરે, લેરમાં આવ્યાછે,
સુખ લીયો સર્વે સાથરે. લેર.૧
ઘસિ ચંદન પૂજો પાયેરે. લે. પછે ચાંપીયેં છાતી માંયરે. લે. ર
ચરણ ધોઇચરણામૃત લીજેરે. લે. પછે પ્રેમે કરીને પીજેરે. લે. ૩
આજ મુખે રયા છે હસિરે. લે. ઉભા કાનવર કમર કસિરે. લે. ૪
લીયે ચટપટ ઝટ હાથે હારરે. લે. પછે પધાર્યા પલંગ મોઝારરે. લે. પ
લીયે લીડુ ફેરે હરિ હાથરે. લે. ધન્ય નિષ્કુળાનંદનો નાથરે. લે. ૬

 
રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026