મુખ્ય સામગ્રી પર જાઓ

સખે રચ્યો હિંડોળો સારરે. શોભા શી કહું

સખે રચ્યો હિંડોળો સારરે. શોભા શી કહું,
                                    વાલો ઝુલે છે વન મોઝારરે. શોભા. ૧
પેરી વાઘા કસુંબી કાનરે. શો. વાલો ત્રોડે તાલીનું તાનરે. શો. ર
તિયાં જોઇ રહ્યાછે જનરે. શો. તેને દિયે દયાળું દર્શનરે. શો.૩
પછે સહુને વધારવા વાલ્યરે. શો. હાલે હિંડોળો ઝુલે લાલરે. શો.૪
પછે ઉભા થયા અલબેલરે. શો. થંભ ગ્રહીને દિયે ઠેલરે.શો.પ
જોઇ જન પામ્યા આનંદરે. શો. દોરી તાણે નિષ્કુળાનંદરે. શો. ૬

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626
સ્વરકાર : પરંપરાગત (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
પ્રસંગ :
હિંડોળા, ડોલ, ડોલો ,ઝૂલો,
www.swaminarayankirtan.org © 2026