મુખ્ય સામગ્રી પર જાઓ

સખા સઉ બહુ સુજાણરે. રીઝવે રસિયાને

સખા સઉ બહુ સુજાણરે. રીઝવે રસિયાને,
                           તેનાં શિયા કરૂં હું વખાણરે. રીઝ.૧
દિસે સર્વે રીતે સમરથરે. ર. જાણે ગાન વિદ્યાને નૃતરે, રી. ર
લઇ વાજાં વળી બહુ રીતરે. રી. ગાયે ઘુઘરી ગત્ય સંગીતરે. રી. ૩
સખા નાચે નમાવે શિષરે. રી. કરે રાજી જન જગદીશરે. રી. ૪
ઘણી પેર્યનાં કરે ગાનરે. રી. ગાયે ગરબી તાલી તાનરે. રી. પ
તિયાં આનંદ ભરી સહુ સાથરે. રી. જે નિષ્કુળાનંદનો નાથરે. રી.૬

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626
સ્વરકાર : ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
વિશેષ નામ :
લીલા, ચરિત્ર
www.swaminarayankirtan.org © 2026