મુખ્ય સામગ્રી પર જાઓ

દુંદુંભી વગાડે દેવતા, દેખી ગાંધર્વ હેતે ગાય છે

દુંદુંભી વગાડે દેવતા, દેખી ગાંધર્વ હેતે ગાય છે;
           જોઇ છબી રંગ છેલની, કોટી કામ મનમે લજાય છે...૧
મેધાડંબર ધરી રહ્યા, સુર હેતે શ્રી હરી ઉપર્યે;
           શોભા જોઇ સુખધામની, જય જય શબ્દ તે ઉચર્યે...૨
એવી શોભા થકા નાથજી, પોતે આવ્યા સાભર તીરમાં;
           સંત વરણી શોભે સંગમાં, જાણે ઋષિ શોભે નર વીરમાં...૩
છટા તે ગંગા ધાટની, જોઇ શેષાદિક પાર નવ લહે;
           અશૌક એલ કદંબ નીગ્રોધ, વૃક્ષભર ઝુકી રહે...૪
દ્રાક્ષ પારીજાત પીપર, આદિક વૃક્ષ અનંત છે;
           અવિનાશાનંદ નિશ્વે કહે, કોણ ગણવા એવો બુદ્ધિવંત છે...૫

 

 

 

 

રચયિતા :
અવિનાશાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026