મુખ્ય સામગ્રી પર જાઓ

શોભા ગંગા ધાટની, મુખ ક્યામાં નાવે વળી

શોભા ગંગા ધાટની, મુખ ક્યામાં નાવે વળી;
         જળ કમલ બહુ થળ કમલ, એ આદિક ફૂલી રહ્યાં વળી.૧
વન ઉપવન બાગ બગીચા, તેને શોભે સુંદર ધાટ તે;
         દેખે જે જન નજરે, તેના ટળે સરવે ઉચાટને.૨
એવી છટા ઘટા વૃક્ષની, જોતા આવ્યા સરિતા પાસમેં;
         છબી તરંગની જોઇને, છેલો ઉતરીયા નિજ દાસમેં.૩
ગેહેરી ગંગા લેહેરી સુંદર, વમલ મોટા મોટા માંહી વળે;
         અથાહનીર ચાલે અતિ, કોઇ પાર ન પામે નિજ બળે.૪
એવી જળ નિધિ ગંગા જોઇ, મહી નાવા પધાર્યા ઉમંગમાં;
          અવિનાશાનંદનો નાથજી, લેઇ, સંત સખા નિજ સંગમાં.૫

 

 

રચયિતા :
અવિનાશાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026