મોઢેરા ગામમાં મલપતા, ભયહારી ફર્યા ભાવે ભરી;
દીધા દરશન દાસને, દયાળુ થાલ જમી કરી. ૧
ચાંપે પછે ત્યાંથી ચાલીયા, ચતુર ચંચલ શ્રીહરી;
અસવારી સંગે ઓપતી, લૈ આવ્યા શ્રીપુરમાં હરી. ૨
શ્રીનગરમાં શ્રી હરી, શ્રી પતિ આવ્યા પ્રેમે કરી;
હેતે હેરી હરિજનને, ભવપાર કર્યા ભાવે ભરી. ૩
જોઇ છટા સૌ શહેરની , અલબેલો ઉતારે આવિયા;
અસવારીથી ઉતરી હરી, પોતે સભા મધ્ય વિરાજીઆ. ૪
સભામાં સુખ દઇ સર્વેને , આપી આગન્યા કરી બહુ હેતમાં;
અવિનાશાનંદનો નાથ જમવા, પધાર્યા નિજ નિકેતમાં. ૫
