મુખ્ય સામગ્રી પર જાઓ

સખા લઇ સઉ સાથમાં, જલક્રીડા કરે વાલો બહુ

સખા લઇ સઉ સાથમાં, જલક્રીડા કરે વાલો બહુ;
          સામા સામી છાંટે જળને, તે લીલા મુખથી શું કહું. ૧
એમ જળમાં જળક્રીડા, વાલો કરે અતિ ભાવે ભરી;
         તેને કરીને પ્રવાહ સર્વે, રંગાણો રંગે કરી. ૨
શોભા સાભર નીરની, કેતા કવિ ન પામે પારને;
         અક્ષરપતિ અલબેલડો, જીયાં નાયા કરી બહુ પ્યારને. ૩
જલક્રીડા જગદીશની, જોઇ રાજી થયા સૌ મનમાં;
         વિબુધ વગાડે દુંદુંભી, રાજી થઇને ગગનમાં. ૪
એમ નાય છે નાથજી, ત્યાં સુરસરી પોતે આવિયાં;
         અવિનાશાનંદ નાથને, જોઇ મનમાં અતિ રાજી થયાં. ૫

રચયિતા :
અવિનાશાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026