કરપદ જોઇ કરુણાનિધિ, બેઠા જડીત બાજોડ રતનમાં...૧
છત્રીસાં વિંજત ભોગ છપ્પન, જમ્યા ભાવે જગદીશ હરી...૨
મુખવાસ લઇ હરી મુખમાં, પછે પોઢ્યા સજ્યામાં જઇ...૩
એમ આનંદ ઉચ્છવ થાય છે, શ્રીપુરમાં નિત નિત વળી...૪
નટ રમાડ્યા નાથજી, સૌ સભાસદને દેખતે...૫
અમુલ્ય દ્રવ્ય તેને આપીયું, નવ બીજે માગે આગે ફરી...૬
એવી પ્રગટ લીલા નિત ગાય છે અવિનાશાનંદ કવિ લહેરમાં...૭
