મુખ્ય સામગ્રી પર જાઓ

દરશન કીધા દયાળનાં , આવી ગંગાયે ભાવે ભરી

દરશન કીધા દયાળનાં , આવી ગંગાયે ભાવે ભરી;
           પ્રીત્યે પુજયા પરીબ્રહ્મને, વિધિપુજા જાતે બહુ કરી. ૧
જોઇને જીવન જગપતિ, ગંગાજી મુખ એમ ઓચરે;
           જીવ જગતના પાપીઆ, નાઇ મુજમાં પાતક ધરે. ૨
તે પાતક પામે નાશ મારાં, એવો વર મુજને દીજીયે;
           પતિત પાવન છો તમે, પ્રભુ કુપાળુ કૃપા કીજીયે. ૩
એવાં વચન સુણી ગંગા તણાં, વાલો બોલ્યા અતિશે ઉમંગમાં;
           હું નાયો તુજમાં વળી, લઇ સંત સખા સઉ સંગમાં. ૪
તે માટે મોટા ભાગ્ય તારાં, કેવા સમૃથ કોઇ નથી;
           અવિનાશાનંદનો નાથ કે છે, શેષ નીગમ શારદા કથી. ૫

 

 

રચયિતા :
અવિનાશાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026