મુખ્ય સામગ્રી પર જાઓ

જાણે અજાણે જીવ જક્તમાં, સ્નાન કરે તુજમાં સહી

જાણે અજાણે જીવ જક્તમાં, સ્નાન કરે તુજમાં સહી;
          પામે તે મારા ધામને, એમાં સંશે મળે નહી...૧
જળચર થલચર જીવ જે, વળી વ્યોમચર જે કહેવાય છે;
         સ્નાન કરી તુજમાં સહુ, સુરપતી સરખા થાય છે...૨
એમ શ્રી મુખે આપે કહ્યું, ભાળી ગંગાજીને ભાવે ભરી;
         તમે રહો નારાયણ ધાટમાં, નિત નિત અતિ હેતે કરી...૩
એમ ગંગાજીને વર આપીઓ, શ્રી હરીએ દયા કરી;
         નાઇ નીકળ્યા પછે બારણે, પેર્યા શ્વેત વસ્ત્ર ભાવે ભરી...૪
પછે ત્યાર થઇ ત્યાંથી હરી, ગામ મોટેરા માંહી ગયા;
         અવિનાશાનંદના નાથને, જોઇ જન બહુ રાજી થયા...૫
રચયિતા :
અવિનાશાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026