મુખ્ય સામગ્રી પર જાઓ

એક સમે અમદાવાદમાં આવ્યા શામ સુજાણ

એક સમે અમદાવાદમાં આવ્યા શામ સુજાણ,
          મૂર્તિ શોભે મહારાજની ઉગ્યા સૂરજભાણ...૧
નવઘરું શિરે શોભતું, જાણે રવિનો ભાસ,
         જોઇને મોહી સુરવનિતા, વિમાન છાયાં આકાશ...૨
મેઘાડંબર હરિ ઉપરે, ઇન્દ્રે ધર્યો તે વાર,
         ચંદન પુષ્પની વૃષ્ટિ કરે બ્રહ્માદિ દેવ અપાર...૩
કેસર તિલક સોહામણું, શોભે ભાલ વિશાલ,
         નાસા ભ્રૃકુટિ વાંકડી, ગાલે ટીબડીનો તાલ...૪
શોભે અધર અતિ રાતડા, માંહી મધુરીહાસ,
         દાસ ગોપાલ કહે, દંતપંક્તિ કરે પ્રકાશ...૫

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
સ્વરકાર : પરંપરાગત (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
વિશેષ નામ :
વર્ણન
www.swaminarayankirtan.org © 2026