મુખ્ય સામગ્રી પર જાઓ

નાહીને કાંકરીયાના નીરમાં, સખા સહિત તતકાળ

નાહીને કાંકરીયાના નીરમાં, સખા સહિત તતકાળ;
         આવીને મેમદાવાદમાં, બેઠા જમવાને થાળ...૧
અગણિત અસુરો આવીયા, કરી નગારે ઠોર;
         મારો મારો શબ્દ કરી, કરે કલોહલ જોર...૨
વૃષ્ટિ કરે તીખાં બાણની, નાખે બંધુક જંજાળ;
         જમી ઉઠી ઘોડે ચડી, સ્વામી ગયા વહેલાળ...૩
આજ્ઞા આપી યુદ્ધ કરો, મારો જેમ તેમ થાય;
         અગણિત ફોજો વાંસે જોઇ, અસુર ભાગ્યા જાય...૪
દાંતોમાં ખડ લઇ ભાગીયા, નાખી દીધાં હથિયાર;
          દાસ ગોપાલ કહે મુખીયા, મારી નાંખ્યા બેચાર..૫

 
વિશેષ નામ :
લીલા, ચરિત્ર, સ્નાન, નહાવું,, વર્ણન
સ્થળ :
કાંકરીયા, વહેલાલ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026