મુખ્ય સામગ્રી પર જાઓ

આગે અસ્વારીને આંબલો, વાંસે મુનિનાં વૃંદ

આગે અસ્વારીને આંબલો, વાંસે મુનિનાં વૃંદ;
         પડખે પાળાનાં જોડલાં, મધ્યે શોભે જગવંદ.... || ૧ ||
છત્રની શોભા શિર પર, ચમરના ઝોકાર;
         નિશાન નેજા અબ્દાગરી, નેકી કરે પોકાર... || ૨ ||
ભેળ ભુંગળ ને વાંસળી, મૃદંગ પડઘમ સાર;
         ઢોલ નગારાં ગડગડે, વાજિંત્રનો નહિ પાર... || ૩ ||
સામૈયાં લૈને શામને, આવ્યા હરિજન સાથ;
         થાળ ભરીને મોતીયે વધાવ્યા દીનોનાથ... || ૪ ||
આસુરી લાગ્યા બળવા, છાતી કૂટે બહુ પેર;
         દાસ ગોપાલ કહે ઉલટાં, ખૂણે ખાતર પડ્યાં ઘેર... || ૫ ||
 
પ્રસંગ :
શોભાયાત્રા,વરઘોડો,સવારી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026