મુખ્ય સામગ્રી પર જાઓ

કુંડલ પહેર્યાં કાનમાં, નેત્ર અણિયાળાં લાલ

કુંડલ પહેર્યાં કાનમાં, નેત્ર અણિયાળાં લાલ;
             કંઠે કૌસ્તુભમણિ શોભતો, પહેરી મોતીડાની માળ....૧
બાંયે બાજુબંધ બેરખા, હેમકડાં બે હાથ,
             પહેરી સોના કેરાં સાંકળાં, શોભે ત્રિભુવન નાથ...૨
જામો જરીનો જાદવો, પહેર્યો અમુલી સાર,
             ખંભે રેંટો ગુઢા રંગનો, ગળે ગુલાબી હાર... ૩
કમર કટારો વાંકડો કર્યો વિહારીલાલ,
             નાડી લટકે રૂડી હીરની, સોનેરી સુરવાલ... ૪
તોડા પહેર્યા સોના તણા; પહેરી મોજડીયું પાય,
             દાસ ગોપાલ કહે, જોઇને અંતર આનંદ થાય... ૫
વિશેષ નામ :
વર્ણન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026