મુખ્ય સામગ્રી પર જાઓ

બેઠા સિંહાસન ઉપરે, સહજાનંદ સુખ ધામ

બેઠા સિંહાસન ઉપરે, સહજાનંદ સુખ ધામ;
          ચારે કોરે સખા શોભતા, વચ્ચે છબીલો શ્યામ...૧
દુર્લભ સાહેબ આવીયા, કાને સુણી ભગવાન;
         બલી રાજાની રીત્યે, અરપ્યું ભૂમીનું દાન...૨
પ્રભુ પાત્ર પોતે મળ્યા, સહજાનંદ સુજાણ;
         સૂર્ય ચંદ્રની સાખ્યે, અર્પી ભૂમિ પરમાણ...૩
આશીર્વાદ આપી કરી, દીધો અભેવર આમ;
         મુલકનો પાદશાહ જંદ્રેલ, પમાડ્યો અક્ષરધામ...૪
કરુણાસાગર કૃપા કરી, દીધો અભેવર સાર;
         દાસ ગોપાલ કહે ટાળ્યા, જમપુરીના માર...૫

 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
વિશેષ નામ :
લીલા, ચરિત્ર
www.swaminarayankirtan.org © 2026