મુખ્ય સામગ્રી પર જાઓ

સંવત અઢાર બ્યાસીયે, રંગ કરીને સાર

સંવત અઢાર બ્યાસીયે, રંગ કરીને સાર;
         નાંખ્યો સંતોના ઉપરે, થાળીયો ભરીને અપાર...૧
રસબસ કીધાં રંગમાં, સાધુ પાળા હરિજન;
         નાંખે ગુલાબની ઝોળીયું, તે પર ત્રિભુવન...૨
તાકી મારે પિચકારીયો, મુખ ઉપર અલબેલ;
         કીચડ થયો ભૂમિ ઉપરે, ચાલી છે રંગની રેલ...૩
કેસરિયા થઇ ઘનશ્યામજી, અશ્વે ચડી બલવીર;
         ચાલ્યા સખાના સંગમાં, ન્હાવા ગંગાનાં નીર...૪
હાથી ઘોડા રથ પાલખી, સાધુ પાળાની ભીડ;
         દાસ ગોપાલ કહે ઉતર્યા, જઇને સાબરને તીર...૫

પ્રસંગ :
રંગ
સ્થળ :
સાબરમતી,
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026