મુખ્ય સામગ્રી પર જાઓ

રંગ ભરેલા લાલજી, જળમાં ઝીલે બળવીર

રંગ ભરેલા લાલજી, જળમાં ઝીલે બળવીર;
          રાતાં થઇને વહેવા લાગિયાં, સાબરમતિનાં નીર...°૧
પોતે ગંગાજી આવિયાં, મૂર્તિમાન સાક્ષાત;
         હાથ જોડીને હરિ આગળે, કહે પૂરવની વાત...°૨
તમારા ચરણોથી શ્યામળા, નોખી પડી બહુકાળ;
         સંત સહિત કૃપા કરી, આજ મળ્યા ગોપાળ...°૩
ગંગાને ચરણે નિવાસ દઇ, અશ્વે થયા અસવાર;
         મંદિરમાં સંતને જમાડિયા, ઘેબર મોતૈયા અપાર...°૪
ભૂમિકા ભરતખંડની, તેમાં ઉત્તમ આ શહેર;
         દાસ ગોપાળ કહે સ્વામી, ફર્યા છે ઘેરોઘેર...°૫

વિશેષ નામ :
સ્નાન, નહાવું,
સ્થળ :
સાબરમતી,
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026