મુખ્ય સામગ્રી પર જાઓ

એવી શોભાને ધારતા, આવે મનોહરલાલ

એવી શોભાને ધારતા, આવે મનોહરલાલ;
         અમૃતની દૃષ્ટિ કરે, સૌને વધારે વા'લ.... ૧
ચૌટામાં ચાલ્યા શામળો, ભીડ મચી ભરપૂર;
         ગુણીજન ભેટ્યું લૈને, આવ્યા હરિને હજૂર... ૨
મેડી ઝરૂખે જાળીયે, ચડી હેરે પુર નાર;
         પુષ્પ વેરે પારિજાતનાં, છાંટે ચંદનની ગાર... ૩
નગરશેઠ હેમાભાઇ તેની માતાયે ઘેર;
         સોનાના ફૂલડે વધાવીયા, શામસુદંર બહુ પેર. ૪
પુર વાસી પાવન કરી, આવ્યા મંદિરમાં આપ;
         દાસ ગોપાલ કહે બાળીયાં, કોટીજનમનાં પાપ. ૫
પ્રસંગ :
વધામણા, શોભાયાત્રા,વરઘોડો,સવારી
વિવેચન:

 પદ-૪

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026