મુખ્ય સામગ્રી પર જાઓ

શ્રીપુર મધ્યે શોભતું, પ્રથમ કરીને ધામ

શ્રીપુર મધ્યે શોભતું, પ્રથમ કરીને ધામ,
         પોતે મળી પધરાવીયા, નરનારાયણ નામ...૧
વિપ્ર ચોરાશી નાતના, તેડાવીને તતકાળ;
         સામાન લઇ ગંજ મારીયો, જઇને કાંકરિયાની પાળ...૨
સીધાં સાકરનાં શામળે, આપ્યાં કરીને પ્યાર;
         જતન કરીને જમાડીયા, વિપ્રનાં જૂથ અપાર...૩
કાંકરિયે દેરા તાણીયા, સો સો ગાઉની સીમ;
         દળ દીસે રળિયામણું, માંહી છે અર્જુન ને ભીમ...૪
પુરનો રાજા આવીયો, અશ્વારી લઇ તે વાર;
          દાસ ગોપાલ કહે પ્રકમા, કરે છે વારમવાર...૫

 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
સ્વરકાર : પરંપરાગત (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
વિશેષ નામ :
ભોજન, જમણવાર,, નરનારાયણદેવ, સ્થાપન, પ્રતિષ્ઠા
સ્થળ :
કાંકરીયા
www.swaminarayankirtan.org © 2026