મુખ્ય સામગ્રી પર જાઓ

સૌ મળી સુંદરી રે, વાટે જાતા તા વ્રજરાજ

સૌ મળી સુંદરી રે, વાટે જાતા તા વ્રજરાજ ;
          ઘેરી લીધા વિચમાં રે, રમી આવ્યા કેને સંગ આજ...સૌ૦૧
કહ્યા વિના કાનજી રે નહીં અમે જવા દેશું નાથ ;
          કેમ કરી જાશો રે, હવે હરિ આવ્યા અમારે હાથ...સૌ૦ર
અમથી શાને ઓઝંપો રે, કોઇને નહીં કહઇએ અમે વાત ;
          સાચું બોલો શ્યામળા રે, રહી આવ્યા કેનેસંગ રાત...સૌ૦૩
પેહેલું અમે પૂછતાં રે, ત્યારે સમ ખાતા તમે શ્યામ ;
          હવે અમે ઓળખ્યા રે, કૂડા બોલા તમારા કામ...સૌ૦૪
એવી કોણ કામિની રે, તેને કેડે ડોલો કાન ;
          વહાલા બ્રહ્માનંદના રે, તમારે તે-શું લાગી તાન...સૌ૦પ
 
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026