મુખ્ય સામગ્રી પર જાઓ

ગોકુલ ગામમાં રે, કહોને કેમ કરી રહીયે બેન

ગોકુલ ગામમાં રે, કહોને કેમ કરી રહીયે બેન;
         કેટલીક સાંખીયે રે, ઉઠી નીત નીત આળ્યું ફેન. ગો૦૧
કેદીક એકલો રે, છાનો ઘરમાં પેસે આય;
         દોભણી દૂધની રે, સૌ દેખતાં લઇને જાય. ગો૦ર
મારગ ચાલતાં રે, વનમાં બેસે પગલાં હેર;
         છોરા સાથ લઇ રે, ઘાટ જમુનાને લે ઘેર. ગો૦૩
આવી વાતડી રે, કહોને કેને કહીયે હાલ;
         કાયર કીધલાં રે, અમને નંદજીને લાલ. ગો૦૪
બીતાં ચાલીયે રે, આવે વનમાં કેડે દોડ;
         વહાલો બ્રહ્માનંદનો રે, નાખે માટ મહીનાં ફોડ. ગો૦પ 
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026