મુખ્ય સામગ્રી પર જાઓ

ન થઇએ આકળા રે, હજી તો નાના નંદકુમાર

ન થઇએ આકળા રે, હજી તો નાના નંદકુમાર ;
          કહું છું કાનજી રે, વનમાં મ રોકો પરનાર.ન૦૧
માંડયો માવજી રે, તમે આવો કેમ ઉતપાત,
          હાંસી ખેલવી રે, એ તો ઘર જાવાની વાત.ન૦ર
નાથ ન બોલીયે રે, આવાં ફાટે મોઢે ફેલ ;
          તમને જાણીયે રે, થયા છો છોગા મેલી છેલ.ન૦૩
જોઇ મુને એકલી રે, તમારે હોંસ થઇ મનમાંય ;
          વાંસે વાર છે રે, મારે રઢીયાલો કંસરાય.ન૦૪
થયા છો ઠાવકા રે, હમણાં મોહનજી મગરૂર ;
          વહાલા બ્રહ્માનંદના રે, એમાં જાશે લાજ જરૂર.ન૦પ
 
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
વિશેષ નામ :
છોગલીયું,છોગું ,છોગલું, સંબોધન, મરજી અનુવૃત્તિ, લીલા, ચરિત્ર, લોકલાજ, શત્રુ
વિશેષણ :
ઉચ્ચ કક્ષા
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026