મુખ્ય સામગ્રી પર જાઓ

સુંદરી સૌ મળી રે, આપણ જાઇએ ભરવા નીર

સુંદરી સૌ મળી રે, આપણ જાઇએ ભરવા નીર ;
          વાયે છે વાંસળી રે, વહાલો ઉભા જમુના તીર...સું૦૧
ખાંતે ખેલીયે રે, બેની શ્યામળીયાને સંગ ;
          નંદના લાલથી રે, રૂડો રમતાં જામે રંગ...સું૦ર
હસીને હેરશે રે, હેતે લેશે ઝાલી હાથ ;
          રમશું રીઝમાં રે, હેલી છેલ-છબીલા સાથ...સું૦૩
ચાલો ચોંપથી રે, જાઇએ વેહેલાં વહાલા પાસ ;
          સંગે શ્યામને રે, રમીયે રંગભર ખાંતે રાસ...સું૦૪
ઝુંબી ઝાલશું રે, ખૂબ કરીશું મોટો ખેલ ;
          વહાલો બ્રહ્માનંદનો રે, વાળી દેશે રંગની રેલ...સું૦પ
 
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026