મુખ્ય સામગ્રી પર જાઓ

મધુરે બોલ્યા માવજી રે, સુણો તમે સુંદરી સાચી વાત

મધુરે બોલ્યા માવજી રે, સુણો તમે સુંદરી સાચી વાત ;
            આંખમાં ઉજાગરો રે, રમાડયા ભવૈયા મેં રાત. મ૦૧
રમતમાં રીઝીયો રે, તેણે સુંદર ગાવી તાન ;
            મોરલી ને પાંભરી રે, દીધાં તેમને રાતે દાન. મ૦ર
કોઇને આંગણે રે, મારી જાય છે બલાય ;
            પટોલીને વેલણુ રે, મુને જડીયા મારગ માંય. મ૦૩
તમે એવી માનની રે, મનમાં તમને એવો ઘાટ ;
            ત્યારે મુજ ઉપરે રે, તમે એવો બાંધ્યો ઠાટ. મ૦૪
ભાળી ભાળી ભામની રે, હસી તાલી લે લે હાથ ;
            વહાલો બ્રહ્માનંદનો રે, નહીં બોલ્યા ખોટું કાંઇ નાથ. મ૦પ
 
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026