મુખ્ય સામગ્રી પર જાઓ

બાઝો માં ઓઢણે રે, સૌ દેખે સહીયેરનો સાથ

બાઝો માં ઓઢણે રે, સૌ દેખે સહીયેરનો સાથ ;
          કહ્યું નથી માનતા રે, આવા નિર્લજ થયા નાથ. બા૦ ૧
સાસરિયામાં સાલ છે રે, મારે સાસુનું નહીં ઠીક ;
          નણંદી ધુતારી રે, તેની મનમાં મારે બીક. બા૦ ર
હેરે છે હેરણાં રે, વનમાં આવી વારમવાર ;
          સૌને સુણાવશે રે, વઢશે કહી કહી નિર્લજ નાર. બા૦ ૩
જાવા દિયો જાદવા રે, મારે ઘેર છે ઝાઝું કામ ;
          નણંદી દેશે મેહેલણાં રે, વાલા, લઇ તમારું નામ. બા૦ ૪
એકાંતે તમે આવજો રે, કરશું વાલપણાની વાત ;
          વહાલા બ્રહ્માનંદના રે, રંગભર રમશું બાધી રાત. બા૦ પ
 
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026