મુખ્ય સામગ્રી પર જાઓ

મારગ ચાલતાં રે, આવી બાઝો માં અલબેલ

મારગ ચાલતાં રે, આવી બાઝો માં અલબેલ ;
          જો જો ફોડતા રે, મારે માથે મહીની હેલ.મા૦૧
જશોદાને આગળે રે, અમે જઇ કરશું ફરિયાદ ;
          કરજો કાનજી રે, અમથી એવું જાણી વાદ.મા૦ર
થાશે ઠાવકી રે, વહાલા ! એમાંથી વઢવેડ ;
          ગાળ્યું ખાશો રે, જો તમે કરશો મારી છેડ.મા૦૩
એ મહી નહિ ઉઘડે રે, આમેં ખોશો ઠાલા લાજ ;
          રેહેજો વેગળા રે, નથી પોપાંબાઇનું રાજ.મા૦૪
શ્યાને રોકીયે રે, આવી જમુનાજીનો ઘાટ ;
          વહાલા બ્રહ્માનંદના રે, ચાલ્યા જાઓપોતાની વાટ.મા૦પ
 
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026