મુખ્ય સામગ્રી પર જાઓ

આવોને ઓર(રુ)ડા રે, વહાલા કામણગારા કાન

આવોને ઓર(રુ)ડા રે, વહાલા કામણગારા કાન;
          મોટા થાઇને રે, એવડું શું રાખો છો માન...આ૦ ૧
પધારો પ્રેમથી રે, મારા અલવિલા અલબેલ;
         નંદના લાલજી રે, મારે તમથી બાંધી બેલ...આ૦ ર
તમ સંગે ખેલવા રે, મારે હોંસ ઘણી મનમાંહ્ય; 
         અંતર પ્રીતડી રે, સર્વે જાણો છો જદુરાય...આ૦ ૩
સુંદર શ્યામળા રે, આવી તમથી બાંધી પ્રીત;
         તમારી ચાલમાં રે, મારું લોભાણું છે ચિત્ત...આ૦ ૪
દીવાની હું થઇ રે, મેં તો છેડો નાંખ્યો શીશ;
         વહાલા બ્રહ્માનંદના રે, તમશું જોડ બની જગદીશ...આ૦ પ

રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026