મુખ્ય સામગ્રી પર જાઓ

સ્વામિનારાયણ જપને હો પ્રાણિયા તું, સ્વામિ

સ્વામિનારાયણ જપને હો પ્રાણિયા તું, સ્વામિ...ટેક
સંસારી સુખને લોઢે લેવાણો, સુખ નહિ મળે તને સ્વપ્ને...હો પ્રાણિયા૦ ૧
કળિજુગમાં કલ્યાણ એક નામે, માળા ફેરવ મેલી ગપને...હો પ્રાણિયા૦ ૨
રાજ મેલીને મોટા મહિપતિ આગે, વનમાં જઈને કીધાં તપને ...હો પ્રાણિયા૦ ૩
દાસ હરિ કે નામ રટને નારાયણ, મોક્ષ તણો જો હોય ખપને...હો પ્રાણિયા૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026