મુખ્ય સામગ્રી પર જાઓ

મોક્ષ આ ટાણે મારે વાલે સુગમ કર્યો, મોક્ષ

મોક્ષ આ ટાણે મારે વાલે સુગમ કર્યો, મોક્ષ...ટેક
ધરણીના વાસી કર્યા ધામના નિવાસી, માયા શિર પગ દઈને ચાલે...સુગમ૦ ૧
કરમની રેખ ઉપર મેખ મારી મોહન, વિધિના લેખ ટાળી ભાલે...સુગમ૦ ૨
વ્યાસ મુનિએ વાત ભાગવતે ભાખી, તે સત્ય કરી ધર્મ લાલે...સુગમ૦ ૩
દાસ હરિનો વાલો જનમ સંગાથી, અંત્યે આવીને બાંય જાલે...સુગમ૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026